નવી દિલ્હી: એક દેશ કે જે મહાસત્તા કહેવાય છે અને આખા વિશ્વમાં તેનો ડંકો વાગે છે. દરેક સારી અને ઉત્મ ઉપમા આપવા માટે તમે વારેઘડીએ આ દેશની વ્યવસ્થાઓને ટાંકતા રહો છે પરંતુ જરા થોભો...થોડું વિચારો...સ્થિતિ કેટલી ગંભીર છે, સમસ્યા કેટલી ગંભીર છે. જેની વાત થાય છે તે દેશ છે અમેરિકા. આ જ શક્તિશાળી અમેરિકા કોરોના વાયરસ આગળ ઘૂંટણિયે પડ્યું છે. જો કોરોનાના સંક્રમિતો અને થનારા મોતનો આંકડો ઓછો હોત તો ચોક્કસપણે એમ કહેવામાં ખોટું ન હોત કે અમેરિકા કોરોના સામે જંગ લડી રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે અમેરિકા રીતસરનું ઘૂંટણિયે પડ્યું હોય તેવું લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી છે સ્થિતિ
સ્થિતિની વાત કરીએ તો એમ કહી શકાય કે દુનિયાના એક ચર્તુથાંશથી વધુ લોકો અમેરિકામાં કોરોના પોઝિટિવ છે. ફક્ત એકલા ન્યૂયોર્કમાં જ સ્થિતિ એવી છે કે 4778 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે માત્ર ન્યૂયોર્કમાં જ 87000 લોકો કોરોના પોઝિટિવ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube